Managed By "PRESIDENCY ACADEMIC EDUCATION TRUST"

Chairman's Message

પ્રેસિડન્સી એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના 1997 માં કેળવણીના મૂલ્યનો વિદ્યાર્થીના જીવનમાં ખૂબ સારી રીતે સ્થાપિત થાય એ માટે કરવામાં આવી હતી. રજત જયંતિ વર્ષમાં પ્રવેશ પ્રસંગે હું ચોક્કસ કહેવા ઈચ્છું છું કે, શૈક્ષણિક ગતિવિધી અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ થકી સર્વાંગી વિકાસની સાથે ઉત્તરદાયિત્વ અને સફળતાના પંથે સંસ્થા આગળ વધી રહી છે. શિસ્તનો મજબૂતી પાયો પ્રેસિડન્સી સ્કૂલના વિદ્યાર્થીઓમાં વિકાસ પામે તે માટે કડકાઈથી અમલ દ્રારા વિદ્યાર્થીની સલામતી કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. સરસ્વતીના વિદ્યામંદિર જેવું ભવન વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમે છે. પૂર્વ-પ્રાથમિકથી લઈને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધીના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શિક્ષણકાર્ય સાથે વિદ્યાર્થી સફળતાપૂર્વક પરીક્ષામાં સતત આગળ વધે એ રીતે તૈયારી કરાવવામાં આવે છે. અને તેથી જ સતત વર્ષોથી બોર્ડ પરીક્ષાના પરિણામો ઊંચા રહ્યા છે. જેની આ તબક્કે ગૌરવભેર નોંધ લેવાવી જ જોઈએ.

જુદી-જુદી પ્રવૃતિઓ થકી બહુમુખી પ્રતિભા વિકાસ પામે તે માટે પ્રેસિડન્સી સ્કૂલ હંમેશા અગ્રેસર રહી છે. પ્રેસિડન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સામાજિક ઉત્તરદાયિત્ત્વ નિભાવવામાં પણ મોખરે રહ્યું છે. જેમ કે સિનીયર સિટિઝન વાચનાલય, જેનો આશરે ૧૫૦ જેટલા વડીલ સભ્યો લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત શાળાના કેમ્પસમાં ‘મગનલાલ જીવનભાઈ કારીયા પરિવાર’ના સહયોગ થકી પ્રસ્થાપિત ‘માનવ સહાય કેન્દ્ર’ દ્રારા જરૂરિયાતવાળા કોઈને પણ ઓર્થોપેડિક સાધનોની સહાય વિનામૂલ્યે કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૦ની નવી શૈક્ષણિક નીતિની જાહેરાત અંતગર્ત જે કંઈ પણ ફેરફાર કરવામાં આવનાર છે તે માટે તાલિમ અને સેમિનાર થકી તેને અમલમાં મૂકવા માટે મેનેજમેન્ટ કટિબદ્ધ છે.

આચાર્યા કુ. દીપિકા શુક્લ અને તેની સાથે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ અને શાળા પરિવાર પણ કાર્ય પ્રત્યેની નિષ્ઠા સાથે કામગીરીમાં જોડાયેલું છે અને તેથી જ સંઘર્ષ અને પડકારને ઝીલીને સફળતાપૂર્વક આગળ વધી શક્યા છીએ.

વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ પણ સ્કૂલ સંચાલનના નિયમોને બહુ જ ખેલદિલીપૂર્વક અપનાવી રહ્યા છે અને સતત સહકાર આપી રહ્યા છે.

આગામી વર્ષોમાં પણ આવો જ સહકાર મળતો રહે એવી અભ્યર્થના !!!

વિદ્યાર્થીઓના તેજસ્વી કારકિર્દીના ઘડતર અને તે આત્મનિર્ભર બને એ માટે માટે વિવિધ પ્રોફેશનલ કોર્સના ભવિષ્યના આયોજનમાં પણ અમો આગળ વધી રહ્યા છીએ. જેમાં સહકારની અપેક્ષા રાખીએ છીએ. ભૌતિક સુવિધા તથા વિશાળ લાયબ્રેરી અને ઈ-લાયબ્રેરીની સાથે અદ્યતન ટેકનોલોજીના સાધનોથી સજ્જ પ્રેસિડન્સી સ્કૂલ સ્કીલ ડેવલપમેન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન તથા સ્પર્ધાત્મક સમયમાં સફળતા મેળવવા માટે માર્ગદર્શન પુરૂં પાડવા માટે કટિબદ્ર છે.

આપનો સહ્રદયી હિતેન્દ્ર ચૂડાવાળા

Admission open